ભગવાન શ્રીરામની સાચી જન્મતારીખ કઈ? (Ramayan Special)
પ્રભુ શ્રીરામ એ આપણા સૌ ભારતીયો માટે તેમજ સમગ્ર વિશ્વ માટે એક આદર્શ માનવીનું સચોટ અને એકમાત્ર ઉદાહરણ છે. રામાયણ એ માત્ર ધર્મગ્રંથ જ નથી પરંતુ આપણા ભારત દેશના ઈતિહાસનો એક અગત્યનો ભાગ છે. જયારે આપણે આ ઘટનાને ઈતિહાસ કહીએ તો તેનો અર્થ એ થાય છે કે તે સત્યમાં ઘટી છે અને તેના સચોટ દિવસો, તિથિઓ હાજર છે. આજના સમયમાં તે સચોટ સમય, તારીખ વિષેની માહિતી એકત્ર કરે છે મૌલિક ભટ્ટ. જેઓ મૂળે Astrologer (જ્યોતિષશાસ્ત્રી) છે તેમજ ગણિત અને વિજ્ઞાનમાં પ્રખર છે. તેમણે વાલ્મીકી રામાયણ અને જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરીને, અત્યંત લાંબા અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈને રામાયણની Cosmological Timeline બનાવી છે કે જેમાં ભગવાન શ્રીરામનો જન્મ ક્યારે થયો?, શ્રીરામ અને સીતા માતાના લગ્ન ક્યારે થયા? શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ ક્યારે થયું? આ સૌ માહિતી સચોટ રીતે પૂરી પાડી છે.
આપ જયારે આ સંપૂર્ણ પોડકાસ્ટ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રામાયણની ઘટના કઈ રીતે હકીકતમાં થઇ તેમજ આપણી અનેક ગેરમાન્યતાઓ પણ દૂર થશે. શું તમે જાણો છો કે વાલ્મીકી રામાયણ અનુસાર દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામ અયોધ્યા નહોતા પાછા આવ્યા, તે સમય અલગ હતો? અને તે સમય કયો હતો? આવી જ રસપ્રદ માહિતીઓને જાણો આ અદ્ભુત-રસપ્રદ પોડકાસ્ટમાં. મૌલિક ભટ્ટ એ ખુદ જ્યોતિષશાસ્ત્રને શીખવે પણ છે તેમજ તેની સાથે ખૂબ જ ગહન રીતે જોડાયેલા છે અને હાલમાં તેઓ મહાભારત તેમજ અન્ય પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓની પણ Cosmological Timeline માટે કાર્યરત છે અને Research કરી રહ્યા છે.