એક સમયે ગુજરાતી ઘરની ઓળખાણ બની રહેતી આ બે વસ્તુઓ . ખબર છે કંઈ? મોતી અને કાચની ભૂંગળીવાળું તોરણ અને ડટ્ટાવાળું કેલેન્ડર. તારીખિયું પણ કહેતા એને. અને તારીખીયાના પાતળા ચોરસ પર ફરફરતો સમય એકાદ એવી તારીખ ઉપર આવીને અટકતો જે દિવસે મોટા ભાગના ગુજરાતી પરિવારો ઘણુંખરું ફરજીયાત ઉપવાસ કરતા અને લગભગ બધા ગુજરાતી રસોડામાં બનતું ફરાળ. આ વખતે જમણમાં છે “ફરાળી થાળી” – અનન્ય ગુજરાતી આવિષ્કાર.