પત્રો આવે એટલે સાથે પ્રેમ આવે, ખુશીઓ આવે અને સૌથી મોટી વાત તહેવારનો ઉત્સાહ પણ આવે. એક સમય હતો કે દિવાળીનાં દિવસોમાં ટપાલીના આંટાફેરા વધી જતાં. ઘરોમાં પોસ્ટકાર્ડથી માંડીને સુશોભિત દિવાળી કાર્ડ ટપાલમાં દિવાળીનાં આગમનની છડી પોકારતા આવતા. હવે એ બધા જ સંદેશા વોટ્સએપમાં સમાઈ ગયા અને હાથમાં કાગળ લઈને તેને અનુભવી શકવાનો દૌર પૂરો થયો. આ જ રીવાજને અમે એકવાર ફરી જીવવાની કોશિશ કરી મુકામ પોસ્ટ જલસો પર.
