ભાદરવો એ ગુજરાતી કેલેન્ડરનો સૌથી ગળ્યો મહિનો છે. ઓતરા ચિતરાના તડકાના આ દિવસો તાપને થોડો વધારે દજાડે છે, શ્રાદ્ધના તડકા છે. આ ભૂતકાળની યાદ જેવા આકરા દિવસોમાં પૂર્વજોના આશીર્વાદ જેવી એક વાનગી એટલે દૂધપાક. કાગવાસની પ્રથાનું મહત્વનું અંગ એટલે દૂધપાક. પૂર્વજોની કૃપાદ્રષ્ટિ અને વંશજોના દ્રષ્ટિભેદ વચ્ચેનું અનુસંધાન છે દૂધપાક.પૂર્વજોના ઋણસ્વીકારની ભાવના જ વાસ્તવમાં તો આ વાનગીની ખરી મધૂરપ છે. આ વખતે જમણમાં છે “દૂધપાક”.