‘અંબા અભયપદ દાયિની રે…’
માતાજીની પૂજા ભક્તિ કરતાં સહુ કોઇ આ ગરબાથી પરિચિત છે. નવરાત્ર દરમિયાન ઘરમાં ગરબાનું સ્થાપન કરીને બેઠા ગરબા ગાતાં પરિવારોમાં આ રચના ભાવભક્તિથી ગવાય છે. આ રચના કથાગીત છે. માતાજીના પરચાની વાત કરતી ઘણી રચનાઓ આપણે ત્યાં ગવાય છે. શ્રધ્ધાળુઓ આવા ચમત્કારોને આસ્થાથી ગાય છે. ભક્તોમાં શ્રધ્ધાભક્તિ વધે એવી કથાઓ ગરબા-ગીતોમાં ગવાતી રહી છે, જેને “માતાજીના પરચા“ રુપે મનાય છે.
આ ગરબાનું મહિમાગાન કવિશ્રી તુષાર શુક્લના શબ્દોમાં.