ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર: શ્રી રઘુવીર ચૌધરી
આપણી ભાષામાં અનેક ખ્યાતનામ અને દિગ્ગજ સાહિત્યકારો-કલાકારો છે, તેમાંથી એક અતિઆદરણીય નામ એટલે શ્રી રઘુવીર ચૌધરી સાહેબ. છેલ્લા પાંચેક દાયકાથી સાહિત્ય જગતની સેવામાં પરોવાયેલા પદ્મ શ્રી રઘુવીર ચૌધરી સાહેબથી કોણ અજાણ હોય ? તેમની લેખન યાત્રાની સફર જેટલી રોચક છે એટલી જ એમની જીવન યાત્રા પણ. આ podcast આપ ને સાહિત્યની આજની તસવીરથી વાકેફ કરાવશે. આ સંવાદ અદ્ભુત એટલા માટે છે કે, રઘુવીર ચૌધરી સાહેબના નિવેદન અને અભિવ્યક્તિ આપણને એક નવી દિશા અને નવો વિચાર તરફ લઇ જશે. તેમની સાથેના આ સંવાદમાં આપ ગુજરાતી ભાષાને, ગુજરાતી ભાષાના સુવર્ણ ઈતિહાસને તેમજ વર્તમાન સમયમાં સાહિત્યજગતની સ્તિથિને સમજી શકશો, માણી શકશો.