કેસરીઓ રંગ તને લાગ્યો… આ ગરબો એ નવરાત્રીની શાન ગણાય છે. આ ગરબા પર ખેલૈયાઓ મન મુકીને ગરબે રમે છે. આ ગરબાની લોકપ્રિયતાનો અલગ જ રંગ છે. એમાં પણ જો ભુમિક શાહ જેવા ગરબા કિંગ આ ગરબો ગાય તો તો કહેવું જ શું? ભુમિક શાહ, એ ગુજરાતી સંગીતનું ખુબ જાણીતું ને માનીતું નામ છે. વિશેષત: ગરબા ગાયક તરીકે તેમના ગાયન પર ગરબે રમવા ખેલૈયાઓ આતુર હોય છે. જલસોએ Unplugged ગરબા ક્રિયેટ કરાવ્યા તેમાંનો આ ગરબો તમને નાચવા મજબુર કરશે. આ ગરબાનું અદ્ભુત મ્યુઝીક અરેંજમેન્ટ કુશલ ચોકસીએ કર્યું છે.
