કૃષ્ણ ભગવાન હાલ્યા…..આ ગરબો તો ગરબો મટીને ઘેર ઘેર અને સમયના કોઈપણ બંધન વગર ગવાતું ગીત બની ગયું છે. આ ગરબો ગાવા માટે લોકો નવરાત્રીની રાહ જોતા જ નથી. અતિશય લોકપ્રિય આ ગરબાને જલસો એ Unplugged વર્ઝનમાં ક્રિયેટ કરીને ગુજરાતી સંગીતમાં એક નવીનતા બક્ષી છે. જલ્પા દવે જેવા સુમધૂર ગાયિકાના સ્વરે આ ગરબાને એક અલગ જ ફિલ આપી છે. આ ગરબાના આપ સૌએ ઘણા વર્ઝન સાંભળ્યા જ હશે. પણ આ Unplugged વર્ઝન એ બધાંથી અલગ તરી આવતું ને વિશેષ છે.
