આર.જે ધ્વનિત અમદાવાદ અને ગુજરાતનાં રેડીઓનું લોકપ્રસિદ્ધ વ્યક્તિ અને વ્યક્તિત્વ. આર. જે ધ્વનિતથી કોણ પરિચિત નથી. ૨૦૦૩માં તેમણે રેડીઓનાં માધ્યમમાં જંપલાવ્યું. તેમનાં અવાજ અને નોખા વિચારોને લઈને આજે પણ તેઓ એટલા જ સ્વીકૃત છે. આર. જે ધ્વનિત સાથેનો આ તમને સંવાદ વિચાર કરતા કરી મૂકશે. આજનું સોશીયલ મીડિયા અને પહેલાનાં રેડીઓ માટે લોકો ચાહત, આપણી શિક્ષણ પદ્ધતિ, અને સ્વને ઓળખવાની સંભાવનાઓ વગેરે જેવી વાતો આ સંવાદ સાંભળવામાં રસ તો પેદા કરશે જ સાથે કઈક સ્વમાં ઢંઢોળાશે એ ખાતરી દ્રઢપણે આપી શકાય એવી છે.
