આંખમાંથી ખરતો શ્રાવણ ભાદરવો – દેવેન શાહના આ શબ્દોને સ્વ.પરેશ ભટ્ટે અમર કરી દીધા હતા. બહુ નાની ઉંમરે અવસાન પામેલા અનન્ય સંગીતકાર પરેશ ભટ્ટના કેટલાક શ્રેષ્ઠ સ્વરાંકનો પૈકીનું એક આ સ્વરાંકન.
જલસોએ કેટલાક ગીતોનું રીક્રિએશન કર્યું, તેમાં આ ગીત દૃષ્ટી પટેલના સ્વરમાં બહુ સુંદર બન્યું છે. વરસાદની આ મૌસમમાં જલસોની એક ઓર નવી પ્રસ્તુતિ વધાવશો એવી આશા સાથે પ્રસ્તુત છે ઉમદા ગાયક દ્રષ્ટિ પટેલ અને નિશીથ ધિનોરાના સંગીત સાથે દેવેન શાહની કલમે લખાયેલુ આ ગીત.