અરવિંદ વેગડા એ ગુજરાતના લોકપ્રિય સિંગર છે. તેમના અલગ અંદાજ અને લુકના કારણે તો તેઓ અન્ય સિંગરથી જુદા પડે જ છે. પરંતુ તેમના ગીત ‘ભાઈ ભાઈ’ એ એક સમયે ગુજરાતના ગામડા ગજવ્યા હતા. આજે પણ ગુજરાતના કોઈપણ ગામમાં લગ્ન હોય તો ‘ભાઈ ભાઈ’ ગીત વગર એ ગરબાની રાત અધુરી ગણાય છે. Arvind Vegdaના દરેક નવા ગીતો તેઓ જલસો પર આપતા હોય છે. તેમનું લેટેસ્ટ ગીત ‘એક છોકરી આવી મારી કોલેજમાં’ તાજેતરમાં રીલીઝ થયું, જે ખુબ લોકપ્રિય બન્યું છે. એ ગીત અને તેમની સંગીતની સફર વિષે એક વિશેષ સંવાદ કર્યો છે.