અનંત કૃષણ શાસ્ત્રી એક યુવા કથાકાર છે. સંસ્કૃત ભાષાના તેઓ વિદ્વાન વક્તા છે. શ્રી મદ્ ભાગવત મહાપુરાણ, મહાભારત અને ઉપનિષદ સાહિત્યનો બહોળો અભ્યાસ ધરાવે છે. તેઓ પરમ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી ( સોલા ભાગવત ) ના પ્રપૌત્ર છે. ખાસ કરીને યુવાનો પોતાનું જીવન, કરિયર, ઓફીસ લાઈફ કે પરિવાર સાથેના સંબંધ કેવી રીતે સાચવી શકે તે વાતો જણાવતો આ સંવાદ છે. જીવનની સૌથી મહત્વની વાત ખુશ કેવી રીતે રહેવું તે શાસ્ત્રોમાં કેટલુ ભારોભાર વર્ણવામાં આવ્યું છે તે આ સંવાદમાં સાંભળશો.યુવા કથાકાર અનંત કૃષણ શાસ્ત્રીના અવાજમાં સંપૂર્ણ ભગવદ્દ ગીતા જુદા જુદા શાસ્ત્રો સંદર્ભો સહીત ઓડીઓ રૂપે તૈયાર કરવામાં આવી છે.
