ચંદ્રકાંત બક્ષીથી કોણ પરિચિત ન હોય? તેમની વાર્તાઓ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણાય છે. ઉત્તમ કોલમલેખક, નવલકથાકાર, ઇતિહાસકાર, વાર્તાકાર એવા કેટલાય ટેગ લગાવી શકાય એવા આ લેખક ગુજરાતી ભાષાના સૌથી લોકપ્રિય લેખકોમાં ટોચ પર મૂકી શકાય એવું નામ છે. ‘અઢી મિનીટની વાર્તા’ તેમની એક અદ્ભુત વાર્તા છે. દુઃખનું ઉદ્ઘાટન કોની સામે ત્વરિતતાથી થઇ શકે એ વાતને ચંદ્રકાંત બક્ષીએ જે અદ્ભુત રીતે આલેખી છે! બક્ષી પ્રેમીઓ તો આ વાર્તાને માણતા જ હશે, પરતું ભાષા પ્રેમી માટે આ વાર્તા ઉત્તમ રસ બની રહેશે.