ગુજરાતી સિનેમા આ વર્ષે મેઘધનુષના સાતેય રંગો સાથે ખીલ્યું છે અને તેનો સૌથી વધુ શ્રેય જાય છે ફિલ્મોના લેખકો ને. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો નવા નવા વિષયો સાથે આવેલી ગુજરાતી ફિલ્મો.
એક થી એક ચઢિયાતી ગુજરાતી ફિલ્મો અને તેના વિષયો અદ્ભુત છે પછી એ રામ મોરી દ્વારા લખાયેલી ‘કસૂંબો’ જેવી વિશાળ ઐતિહાસિક ફિલ્મ હોય કે મૌલિન પરમારે લખેલી ‘લોચા લાપસી’ જેવી સસ્પેન્સ ફિલ્મ કે પછી પ્રેમ ગઢવી, નિકીતા શાહ, અને અદિતિ વર્માએ લખેલી ‘અજબ રાતની ગજબ વાત’ જેવી સુંદર ફિલ્મ હોય કે પછી કાજલ મહેતાએ લખેલી ‘નાસૂર’ જેવી ગ્રે શેડ ફિલ્મ હોય કે પછી ગુજરાતી ભાષામાં લખાયેલી સૌથી સુંદર રોમાન્ટિક ફિલ્મમાંથી એક ‘The Great ગુજરાતી Matrimony’ કે જે જ્હાનવી ચોપડાએ લખી છે આ દરેક ફિલ્મો તેમના વિષયોથી, લખાણથી, ડાયલોગ્સથી સચોટ, સુંદર અને અદ્ભુત છે અને આ જ લેખકો જોડાયા છે જલસો ના વિશિષ્ટ Writers Round Table Talk માં.
અહીં તેમની સાથે થઇ છે કેટલી બધી રમૂજી વાતો, મસ્તી-મજાક, કઈ રીતે તેઓ લખે છે ફિલ્મો, શું છે તેની પ્રોસેસ, શું લેખકોને સન્માન મળે છે?, ઇન્ડસ્ટ્રીમાં લેખકો હવે શું સ્થાન ધરાવે છે અને આવી તો ઘણી બધી Insightful વાતો. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YouTube Channel પર.