કહેવાય છે કે ઉંબાડિયાની શોધ ખરેખર જંગલમાં રહેતા આદિવાસી પ્રજાની છે. પહેલાના સમયમાં જયારે કોઈ સુવિધા નહોતી ત્યારે આદિવાસી લોકો પ્રાણીનો શિકાર કરી એને માટલામાં ભરીને પ્રાણીના માંસને પકવીને ખાતા. સમય જતા લોકો પ્રાણીઓ તરફથી આગળ વધ્યા અને લીલા શાકભાજી તરફ વળ્યા અને હાલ જે પદ્ધતિ છે તે અસ્તિત્વમાં આવી એ આ ‘ઉંબાડિયું’. પણ આટલા વર્ષો પછી પણ ગુજરાતમાં ઉંબાડિયું આજે પણ એટલું જ લોકપ્રિય છે. જેમ ઉંબાડિયાના ઉદ્ભવની વાત રસપ્રદ છે એમ જ ઉંબાડિયું બનાવવાની રીત પણ રસપ્રદ છે.