ઈશ્વરે બનાવેલું સ્ત્રી તત્વ પોતાની એક અલગ સુંદરતા ધરાવે છે. પણ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવાનું કામ કરે છે ‘શ્રુંગાર’. જયારે સ્ત્રી સોળ શણગાર સાજે છે ત્યારે એવું લાગે જાણે કુદરતના દરેક તત્વ એની સુંદરતાના શાક્ષી બન્યા છે. સ્ત્રીના માથેથી પગ સુધીના આભૂષણો તેની સુંદરતાના સમાનર્થી છે. એ આભૂષણોમાંથી લગભગ બધી જ સ્ત્રીને મનગમતું આભુષણ એટલે ‘પાયલ’.
શૃંગાર એ સ્ત્રીના સૌંદર્યનું અવિભાજ્ય અંગ છે અને પગમાં ખનકતી પાયલ એ સ્ત્રીના ખામોશ મનનો પડધો….