ગુજરાતી ફિલ્મ લેખકો સાથે Round Table Talk. જેમાં તેમણે આજની ગુજરાતી ફિલ્મોની કથાઓ વિષે વાત કરી છે. કેમ ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા તમામ લોકો નબળી સ્ક્રીપ્ટને જવાબદાર ગણે છે. એ બધા વિષે વાત કરી છે. Gujarati Filmsને આગળ વધારવા એક અનોખો પ્રયોગ. ‘શુદ્ધ દેશી સંવાદ TAKE ’22’. ફિલ્મોનો જીવ વાર્તાઓમાં રહેલો હોય છે, વાર્તાઓનો જીવ લેખકોની કલમોમાં રહેલો હોય છે. સારી scripts એ ગુજરાતી film industryની જરૂરીયાત છે. Script writerની જવાબદારી હોય છે કે વિચારીને લખે, વિચારીને શબ્દોનો પ્રયોગ કરે. પણ શું આટલું ઘણું છે એક સારી filmનો પ્લોટ લખવા માટે? એક સારા લેખક બનવા માટે? મોટા ભાગના લેખકો શું ભૂલો કરતા હોય છે? આજનો કયો જાણીતો લેખક નથી સારું લખી શકતો? ગુજરાતી ફિલ્મ લેખકો એ વધુ scripts લખવાની જરૂર છે? આ તમામ વાતોની ચોખવટ આવતી આ વિડીઓમાં જોવા જાણવા મળશે.
Thank you: The Deshi Cafe – Tea Post and Darshan Dashani