શોભાયડા, આ શિવાલય આસપાસના ગામવાળાઓ માટે માથું નામાવવાનું સ્થાનક છે. મંદિરનો ઘણો મોટોભાગ ખંડેર જેવો ભાસે છે પણ તેમાં વિરાજતા દેવ હજી જીવંત છે અને પૂજાય છે. ઇતિહાસના કોઈ ભવ્ય ભાગને જીવી ગયેલું આ શિવાલય વરસના બાકીના દિવસોમાં બહારની દુનિયાથી અલૂફ ઉભું રહે છે. નાના મોટા વળાંકો વાળા રસ્તા વટાવીને, અરવલ્લીની કન્ટ્રી સાઇડને માણતા માણતા તમે અહી સુધી પહોંચી શકો છો.સાવ નાનકડી કેડી ઉપર એક ટેકરી જેવી પહાડી અને નીચે આવેલું નાનું તળાવ તમારું સ્વાગત કરશે અને આગળ વધીને ડાબે જોશો કે તરત આંખ સામે પ્રગટ થશે ભૂલાઈ ગયેલા સમયની દાસ્તાન કહેતું આ પુરાતન શિવમંદિર.
