આજે ગુજરાતી ફિલ્મો એક પછી એક દરેક વિષયોને સંબોધતી આવી રહી છે. અને એવો જ એક નવો પણ ખૂબ જ જરૂરી એવા વિષયને લઈને આવી રહી છે ફિલ્મ ‘જલેબી રોક્સ‘. આ ફિલ્મમાં દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક ખૂબ જ મહત્વનો ફેઝ એટલે ‘મેનોપોઝ’ વિશે વાત થઇ છે.
એક સ્ત્રી તેના જીવનમાં અનેક લાગણીઓમાંથી, અનેક મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને તેવો જ એક ફેઝ એટલે મેનોપોઝ અને આના વિશે સમાજમાં , પરિવારમાં ક્યારેય ખુલ્લીને વાત નથી થતી. જોકે આ ફિલ્મ માત્ર મેનોપોઝ ઉપર નથી પરંતુ પરિવારની, Friendshipની, સાથે રહીને જીવન જીવતા શીખવાડતી ફિલ્મ છે. અને આ જ તો દરેક સ્ત્રીને જોઈએ છે કે તેમની આજુબાજુના લોકો, પરિવારજનો તેને સાથ આપે.
આ ફિલ્મ દરેકે જોવી જ જોઈએ અને આ ફિલ્મની અદ્ભુત સ્ટારકાસ્ટ વંદના પાઠક, માનવ ગોહિલ, ભાવિની જાની, માનસી રાચ્છ તેમજ આ ફિલ્મના લેખક-દિગ્દર્શક એવા ચિન્મય પુરોહિત સાથે થયો ખૂબ જ રસપ્રદ સંવાદ. ખૂબ બધી વાતો ને મસ્તી સાથે આ સંવાદમાં ખૂબ જ સુંદર મુદ્દાઓ પણ ચર્ચાયા છે. સંવાદ જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં.