નવો ચીલો ચાતરતી ગુજરાતી ફિલ્મ ‘ચાતર’ આવી રહી છે નજીકના સિનેમાઘરોમાં. એક અત્યંત રસપ્રદ વિષય સાથે અને ખૂબ જ અદ્ભુત સ્ટારકાસ્ટ સાથે આવી રહી છે આ અત્યંત સુંદર ફિલ્મ ‘ચાતર’. મૂળ આ વાર્તાનો વિષય શું છે? આ ચાતર શબ્દનો અર્થ શું થાય? તેમજ કઈ રીતે આ ફિલ્મે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મફેસ્ટિવલમાં ખૂબ બધા અવોર્ડ જીત્યા? આ બધા વિશેની વાત આ સંવાદમાં થઇ છે. જલસો સાથેના આ સુંદર સંવાદમાં જોડાઈ ફિલ્મ ‘ચાતર’ની ખૂબ જ ટેલેન્ટેડ સ્ટારકાસ્ટ મૌલિક નાયક, કૌશાંબી ભટ્ટ તેમજ ફિલ્મના લેખક-દિગ્દર્શક વિનોદ પરમાર. જાણો આ સંવાદમાં શું છે આ ફિલ્મની રસપ્રદ વાર્તા, કઈ રીતે આ આટલા બધા અઢળક અવોર્ડસ જીતી? તેમજ મૌલિક નાયક હવે કઈ નવી ગુજરાતી ફિલ્મો સાથે આવી રહ્યા છે ને બીજું ઘણું બધું. અને મૌલિક નાયકના સ્વરે ગીત અને એમાં પણ ડાકલાં પણ આ સંવાદમાં સાંભળવા મળશે તો જોવાનું ચૂકતા નહીં. જુઓ આ સંપૂર્ણ સંવાદ માત્ર JALSO PODCASTS YT CHANNEL પર.









