તાજેતરમાં જ એક અત્યંત નવીન ગુજરાતી ફિલ્મ આવી ‘ભ્રમ’. આ ફિલ્મે તેના ટાઈટલ પ્રમાણે જ ઘણાંબધા ભ્રમ ભાંગી નાખ્યાં છે.
ગુજરાતી ઓડિયન્સ થ્રીલર ફિલ્મને પણ ઉત્સાહભેર આવકારે છે અને રસપૂર્વક જુએ પણ છે. ‘ભ્રમ‘ ફિલ્મની બોક્સઓફીસ પર અદ્ભુત સફળતા પછી, તેની સ્ટારકાસ્ટ સાથે જલસોએ ફરી એક અત્યંત રસપ્રદ સંવાદ કર્યો છે.
પહેલા સંવાદમાં કેમ આ ફિલ્મ જોવી જ જોઈએ તેની વાત છે તો પછી આ સંવાદમાં વાત થઇ છે કે ફિલ્મ જો તમે જોવાનું ચૂકી ગયા હોય તો તમે શું Miss કરો છો. આ ફિલ્મના સસ્પેન્સ વિશે, ફિલ્મના મેકિંગ વિશે ખૂબ જ રસપ્રદ વાતો તમને અહીં સંવાદમાં જાણવા મળશે, સાંભળવા મળશે જે તમે બીજે ક્યાંય નહીં સાંભળી હોય. જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો આ સંવાદ ખાસ જોજો કેમ કે બહુ બધી વાતો તમને નવી જાણવા મળશે અને થશે કે અરે આ તો ગજબ થઇ ગયું!
જલસો સાથે થયો ‘ભ્રમ’ ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેન્કર તેમજ ફિલ્મના દિગ્દર્શક પલ્લવ પરીખ સાથે ખૂબ જ Entertaining અને એકદમ ‘શુદ્ધ દેશી સંવાદ’.
જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર ને માત્ર Jalso Podcasts YouTube Channel પર. Watch an amazing conversation between the starcast of ‘Bhram’ movie and Naishadh Purani (@nnaishadh) only on Jalso Podcasts YT Channel. It is a very entertaining conversation with Mitra Gadhvi, Sonali Lele Desai, Abhinay Banker and Pallav Parikh.