સાંભળો સુરેશ દલાલ લિખિત શ્રીકૃષ્ણનું અતિલોકપ્રિય પદ ‘સાંજ પહેલાની સાંજ ઢળી છે’. આ પદ ઉત્થાપનના સમયને વર્ણવે છે કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણને બપોરની નિદ્રા પછી જાગવા માટે વિનંતી કરવામાં આવે છે. Jalso Recreations અંતર્ગત સાંભળો આ સુંદર પદ મહેક શાહના સ્વર સાથે અને નિશીથ ધિનોરાના સંગીત સાથે.
Listen now Shree Krishna Special Song only on Jalso Music App.
Original Credits
ગીતકાર – સુરેશ દલાલ
મૂળ સ્વરાંકન – આશિત દેસાઈ
મૂળ સ્વર – હેમા દેસાઈ
Recreation Credits
સ્વર – મહેક શાહ
સંગીત – નિશીથ ધિનોરા
Lyrics:
સાંજ પહેલાની સાંજ ઢળી છે શ્યામ હવે તો જાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
મોરપિછ મબલખ તડકો સાવ સુંવાળો લાગે
તડકો પણ આ સંગ તમારી માખણ જેવો લાગે
તમે અમારી જેમ શ્યામ, સંગ અમારો માગો.
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.
વૃંદાવનમાં હરશું ફરશું, ગાશું ગીત અનેરા,
કોઇ વૃક્ષની છાંય પછી તો ગિરિધર મેરો મેરો
શ્યામ તમારી સંગ અમારો જનમ જનમનો લાગો
તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો.