જ્યારે અમે આ કેમ્પેઇન સાથે વતનને યાદ કરવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે અદિતિ રાવલ સાથેનો સંવાદ ખુબ જરૂરી થઈ પડે છે. કારણ કે Instagram Celebrity અને લોકોને Influnce કરનાર અદિતિ, આમ તો દેશ દુનિયા ફરે છે છતાં પણ તેમનો પોતાના વતન પ્રેત્યેનો પ્રેમ ઓછો નથી થયો, તેની મમત ઘટી નથી. જ્યારે લોકો દિવાળી કરવા શહેરમાં આવતા હોય ત્યારે દિવાળી ઉજવવા તેઓ અચૂક તેમના વતન જ જતા હોય છે. કારણ કે, વતન તેમની વાટ જોતું હોય છે. પોતાના વતનને યાદ કરતા અદિતિ રાવલ તેમનું બાળપણ, તેમના દાદા, તેમનું ગામ એવી બધી જ યાદો અહીં વાગોળે છે. તેમના વતનનાં અનુભવો, વતનના કિસ્સાઓ, ત્યાંની દિવાળી, તેમના વતનનાં લોકોનો મળતાવડો, સ્વભાવ અને બીજું ઘણું બધું સાંભળો જલસો પર.