ધુળેટી રંગોનો તહેવાર તો છે જ પણ સાથે સાથે 21 માર્ચ એટલે કે વિશ્વ કવિતા દિવસ પણ છે. વિશ્વ કવિતા દિવસની ઉજવણી તો અમે કરવાના હોઈએ જ અને સાથે સાથે ધુળેટી જેવો રંગોનો તહેવાર એટલે અમે નક્કી કર્યું કે કંઈક એવું કરીએ કે આ બંને તહેવાર સાથે ઉજવાય અને બંન્નેઓ રંગ રહી જાય. બસ પછી અમે શોધી રંગો, કેસુડો, ગુલાલ અને ફાગણ જેવા શબ્દો અને અર્થોની આસપાસ લખાયેલી ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ. વાત હોળીનાં રંગોની હોય અને એ લખાઈ હોય ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓની કલમે ત્યારે કંઈક જુદો જ રંગ જામે છે. આશા છે કે આ કવિતામાં શબ્દરૂપે અમે ઉછાળેલા આ રંગો તમારા સુધી પણ પહોંચશે અને તમને આખાને આખા રંગી નાખશે. તો આજના સરસ દિવસે માણો રંગોની કવિતા અને કવિતાનો રંગ માત્ર જલસો પર.