જલસો લઈને આવ્યું છે સુરેશ દલાલ લિખિત અને પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરાંકન થયેલ સુંદર પ્રેમ ગીત, ‘રાત દિવસનો રસ્તો વ્હાલમ’. સાંભળો તેનું સુંદર, અદ્ભુત Recreation જલસો સાથે જેમાં સ્વર આપ્યો છે હિમલ પટેલે અને નિશીથ ધિનોરાના સંગીતની સાથે.
Valentine Day Special Gujarati Love Song.
Original Credits
ગીતકાર – સુરેશ દલાલ
મૂળ સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય
મૂળ સ્વર – કૃષાનુ મજમુદાર
Recreation Credits
સ્વર – હિમલ પટેલ
સંગીત – નિશીથ ધિનોરા
Lyrics:
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ..
-સુરેશ દલાલ