આયુર્વેદ એ સ્વાસ્થ્ય માટેનું અતિપ્રાચીન અને સચોટ વિજ્ઞાન છે જે ભારતીય સંસ્કૃતિની મૂળ ઉપજ છે. વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલીથી અનેક રોગો ખૂબ જ વ્યાપક થયા છે અને તેમાંથી એક છે સ્ત્રીરોગો જે તેમના માસિક ચક્રની આજુબાજુ સંકળાયેલા છે. PCOD/PCOS, Periods માં રહેલી અનિયમિતતા, Periods સમયે થતો અતિશય દુખાવો, Menopause અને તે સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ.
આ બધા રોગોથી બચવા અનેક નુસખાઓને દવાઓ લોકો અવારનવાર સલાહ સ્વરૂપે આપે છે પણ આયુર્વેદમાં આ તમામ વિશેની સાચી સમજ અને ઉકેલ છે જે તમને આજે આ પોડકાસ્ટમાં સાંભળવા મળશે. Dr.Limesh Khatri એ આયુર્વેદના અત્યંત જાણકાર અને વર્ષોથી પ્રેકટીસ કરનાર ડોક્ટર છે. તેઓ સ્ત્રીરોગો માટે, પંચકર્મ માટે નિષ્ણાત છે. 15 વર્ષથી પણ વધુનો અનુભવ તેઓ ધરાવે છે. આ સંવાદમાં તેઓ સ્ત્રીરોગો વિશેની સાચી સમજ અને આયુર્વેદમાં રહેલા તેના ઉપચાર વિશે જણાવે છે જે આપણે સૌએ અચૂકપણે જોવું જોઈએ, સમજવું જોઈએ. આપણા પરિવારમાં કે પછી પરિચિતોમાં રહેતા સ્ત્રીઓને આ પોડકાસ્ટ ચોક્કસપણે બતાવવો જોઈએ.