અદિતિ રાવલ એટલે ગુજરાતી ભાષાને Digital Platform પર સહજ અને આગવી શૈલીમાં રજૂ કરનાર અને ગુજરાતનાં વિવિધ સ્થળોને વિશ્વ સમક્ષ અનોખી રીતે દર્શાવનાર, ગુજરાતી ભાષામાં પણ Content ની દુનિયામાં અડીખમ રહી શકાય છે એવું સાબિત કરનાર, ‘તું અને તારી વાતો’ માં કેટલાંયનાં મનની વાત કરનાર, અમદાવાદ શહેરનો અવાજ, Radioનો એક અત્યંત લોકપ્રિય અવાજ, અલગ અલગ Segment માં કાર્ય કરનાર Radio હોય કે Digital Platform ખૂબ સક્રિય ખૂબ કાર્યરત Independent Media Personality. અદિતિ તેમના નિખાલસ જવાબ, મસ્તીભર્યા સ્વભાવ અને કડક રીતે પણ સચોટપણે લોકોને જાગૃત કરવા માટે ખૂબ ફેમસ છે. રેડીયો પર તેમના Show માટે જેમ રાહ જોતા તેમ આજે તેઓ ક્યારે ‘મારી નજરે ગુજરાત’ સિરીઝ સાથે કોઈ નવી જગ્યા લઈને આવશે તેની રાહ જોવાય છે. તેમના આ સંપૂર્ણ કારકિર્દી વિશે આ સંવાદમાં ખૂબ જ મજેદાર વાતો થઇ છે, સાંભળવાનું બિલકુલ ચૂકતા નહીં. જુઓ અદિતિ રાવલ સાથેનો આ એકદમ Candid Conversation માત્ર ને માત્ર Jalso Podcasts YT Channel પર.
