Nehal Gadhvi – સ્ત્રીઓનો એક સશક્ત અવાજ
ગુજરાતનાં સુપ્રસિદ્ધ વક્તા નેહલ ગઢવી તેમની અનોખી અભિવ્યક્તિને લીધે ચાહક વર્ગમાં લેડી સિંઘમ તરીકે ઓળખાય છે. મૂળે જૂનાગઢમાં વતની અને ભાવનગર જેમની કર્મ ભૂમિ છે એવાં નેહલ ગઢવીની ઘરથી મંચ સુધીની સફર રસપ્રદ છે. તેઓ પોતે આ પોડકાસ્ટમાં તે વિષે વિસ્તારથી વાત કરે છે. સ્ત્રી સ્વાતંત્ર્ય પર તેઓ જેટલા ભારથી વાત કરે છે તેટલા જ ભાર સાથે તેઓ પુરુષો વિશે વાત કરે છે. તેમનાં સાથેના આ સંવાદમાં તેઓ સમાજમાં લગ્ન બાબતે છોકરા – છોકરીઓની વધી રહેલી અપેક્ષાઓ, ઈચ્છાઓ નિષ્પક્ષ પણે વાત કરે છે. કરિયર અને પરિવાર વચ્ચે ઝઝૂમતી સ્ત્રીઓને નેહલ ગઢવીની શિખામણ આ સંવાદ થકી ખૂબ મદદ કરશે.મનોદિવ્યાંગ બાળકોનાં શિક્ષક તરીકે, અને તેમનાં માટે સતત કાર્યરત તેઓએ જલસો સાથેનાં સંવાદમાં તે બાળકોનાં જીવનની તકલીફો, પડકારો, જરૂરિયાતો શું છે તે હૃદયદ્રાવક દ્રષ્ટાંતો કહી જણાવી છે. વધુ રસપ્રદ વાતો સાંભળો આ સંવાદમાં અને આપને પ્રતિભાવો જણાવો અમને અહી, અમારાં Instagram, Facebook page પર