National Award Winner શ્રદ્ધા ડાંગર સાથે થયેલા આ રસપ્રદ સંવાદમાં તેમણે ફિલ્મો વિશે, સાથી કલાકારો વિશે તેમજ તેમની સફળતાની યાત્રા વિશે વાત કરી.
શ્રદ્ધા ડાંગર વર્તમાન ગુજરાતી સિનેમાના સૌથી શ્રેષ્ઠ ગણાતા અભિનેત્રીઓ માંથી એક છે. તેમની ફિલ્મો માત્ર કલાના અનુસંધાને જ નહીં પરંતુ સમાજ માટે એક અરીસો બની લોકોને જાગૃત કરતી અને ચેતના જગાડતી શ્રેષ્ઠ ફિલ્મો છે. “પપ્પા તમને નહીં સમજાય” ફિલ્મથી શરુ કરીને “હેલ્લારો”, “લવની લવ સ્ટોરીસ”, “કહેવતલાલ પરિવાર”, “ચાંદલો” અને તાજેતરમાં જ આવેલી “કસુંબો” જેવી અનેક સફળ અને શ્રેષ્ઠ ફિલ્મો તેમણે આપી છે. “હેલ્લારો” ફિલ્મને તો National Award પણ પ્રાપ્ત થયો છે જે આપણા સૌ ગુજરાતી માટે ખૂબ જ ગૌરવજનક વાત છે. હાલના સમયમાં ગુજરાતી ફિલ્મજગતમાં શું ચાલી રહ્યું છે, અભિનેત્રીઓનું શું સ્થાન છે, તેમના સામન્ય રોજીંદા જીવનમાં થતા કિસ્સાઓ વિશે જલસોના આ પોડકાસ્ટમાં તેઓ ખૂબ જ સુંદર રીતે વાત કરે છે.