આજે જયારે technologyનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મોટા ભાગના લોકો પોતાના દિવસનો બહુ મોટો હિસ્સો technologyના સહારે પસાર કરતા થયા છે અને ત્યારે મેન્ટલ હેલ્થ વિષે વાત વધારે જરૂરી બની જાય છે. અને આવા સમયે આ બધી જ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વિષે સાચી માહિતી મળવી અનિવાર્ય થઇ જાય છે.
ઉપરાંત આજ કાલ મેન્ટલ હેલ્થ એ ખુબ ચર્ચાતો વિષય બન્યો છે. ઠેર ઠેર તે વિશેની વાતો થાય છે અને તે વિશેની અવે૨નેસ પણ વધી છે. છતાં આ વિશે ઘણીબધી Myths હોય છે. લોકો માનસિક બીમારીને ઘણીવાર બિમારી પણ નથી ગણતા. તો જલસો આ એક નવો ઉપક્રમ પ્રસ્તુત કરે છે. Mind Shift: જેમાં અમે MBBS અને MD ડૉક્ટર Devashish Palkar સાથે માનસિક સ્વાસ્થ્યના મહત્વના પાસા વિષે ખુબ ઊંડાણમાં ચર્ચા કરી છે. Do give it a listen.