કથાનક શક્તિ સ્થાનકોનાં દ્વારેથી
જલસો કથાનક નામના શોના અત્યાર સુધી 100 થી વધુ એપિસોડ તૈયાર કરી ચુક્યું છે. જેમાં ગુજરાતના જાણ્યા અજાણ્યા અનેક મંદિરો વિશે વિગતે વાત કરવામાં આવી છે. અને આ એપિસોડમાં અમે દોશીવાડાની પોળ, અમદાવામાં આવેલા મહાલક્ષ્મી મંદિરે પહોંચ્યા છીએ. એવું કહેવાય છે કે અમદાવાદમાં માતા લક્ષ્મીનો કાયમી નિવાસ છે. મીની યાત્રાધામ ગણાતી દોશીવાડાની પોળમાં આ ભવ્ય મંદિર આવેલું છે. 700 વર્ષથી વધારે જુના આ મંદિરની એકવાર તો મુલાકાતલેવી જ જોઈએ, જો તમે એ મંદિરની મુલાકાત લેવા જવા ઈચ્છતા હો તો આ વિડીયો જોવો જરૂરી છે, અને આ વિડીયો જોયા પછી આપ એ મંદિરના દર્શન કરવા અચૂક જવાના.!