મહાલક્ષ્મી અષ્ટક પદ્મ પુરાણમાં આવે છે. પદ્મ પુરાણમાં ભગવાન ઇન્દ્ર મા લક્ષ્મીની સ્તુતિ છે. આથી આ અષ્ટક ઇન્દ્ર ભગવાન રચિત માનવામાં આવ્યું છે. આઠ શ્લોકમાં ભગવાન ઇન્દ્રએ મા લક્ષ્મીની સ્તુતિ કરી છે. મુખ્ય રીતે અષ્ટક 11 શ્લોકોનું બનેલું છે. છેલ્લા ત્રણ શ્લોકમાં ફળાદેશ કરવામાં આવ્યો છે. નિત્ય પાઠ કરવામાં ઉપયોગી એવું અનેઉચ્ચારણની દ્રષ્ટીએ અતિ સરળ છે.
આ અષ્ટકને સિદ્ધ સ્તોત્ર માનવામાં આવ્યું છે. આં સુંદર અષ્ટકમાં ભગવાન ઇન્દ્ર મા લક્ષ્મીનો મહિમા સુંદર સુંદર ભાવે વ્યક્ત કરે છે.
પહેલા શ્લોકમાં ભગવાન ઇન્દ્ર મા લક્ષ્મીની સ્તુતિ કરતા કહે છે કે,
नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते ।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तु ते ॥ १ ॥
અર્થાત્ શ્રી પીઠ પર બિરાજિત અને દેવતાઓ દ્વારા પૂજવામાં આવતા હે મહામાયા, હાથમાં શંખ, ચક્ર, ગદા ધારણ કરવાવાળા હે મા મહાલક્ષ્મી આપને નમન છે.
મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ ઉત્તર દિશામાં મુખ રાખીને કરવાનું જ્યોતિષકારો જણાવે છે. જો શ્રધ્ધાથી નિત્ય મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરવામાં આવે તો આપણા ભાગ્યનો ઉદય થાય છે.