Mahabharat – The Disturbing Truth Behind this great war
મહાભારત અને રામયણ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસના બહુ જ મહત્વના અને વિશિષ્ટ ગ્રંથો છે. તે માત્ર ગ્રંથો જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. કહેવામાં આવે છે કે જે મહાભારતમાં છે તે જ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે પછી તે ઘટના હોય, પાત્રો હોય, સ્વભાવ હોય કે બધું જ અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. જયારે તમે આ દિવ્ય ગ્રંથને વાંચશો, સાંભળશો તેમની કથાઓને અને પાત્રોને જાણશો ત્યારે તમે આ વાતને સચોટ રીતે સમજી શકશો. આ પોડકાસ્ટમાં વાત થઇ છે આ જ દિવ્ય-અદ્ભુત ગ્રંથ ‘મહાભારત’ ની. કથાકાર દિપાલી દીદી મહાભારત તેમજ શ્રીમદ્ ભગવદગીતા ની કથા માટે, વાચનામૃત માટે તેમજ તેના ઉપર વ્યકતવ્ય માટે ખૂબ લોકપ્રિય છે. આમ IIM Banglore માંથી MBA અને ત્યારબાદ કોર્પોરેટ જોબ પછી તેઓ તેમના રસના વિષય એવા મહાભારત તેમજ ભગવદગીતાના કથાકાર તરીકે જન જન સુધી તેમના મૂળ ઉદ્દેશને પહોંચાડી રહ્યા છે. આ પોડકાસ્ટમાં તેમની સાથે મહાભારત ઉપર વાત થઇ છે.
મહાભારતના અનેક પાત્રો જેવાકે કર્ણ, ભીષ્મ, દુર્યોધન, અર્જુન અને તેવા તો અનેક પાત્રો ઉપર તેમણે વાત કરી છે અને તેમના વિષેના ખોટા મત-મંતવ્યોને દૂર કર્યા છે. આ સમગ્ર વાતો તેમણે મહાભારતના મૂળ સ્વરૂપ, વેદ વ્યાસ રચિત મહાભારત ઉપરથી કરી છે. તો તમે પણ આ પોડકાસ્ટ આજે જ સાંભળો અને જાણો મહાભારતના એ રહસ્યોને જે તમે કદાચ ક્યાંય નહીં સાંભળ્યા હોય. અને આ પોડકાસ્ટ બસ માત્ર અહીં સુધી જ સીમિત નથી, અન્ય વાતો સાથે, મહાભારતની અન્ય કથાઓ સાથે આવી રહ્યો છે બીજો પાર્ટ પણ. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YT Channel પર.