Kajal Oza Vaidya – ગુજરાતી ભાષાનું શિરમોર નામ
કાજલ ઓઝા વૈદ્ય આપણી ગુજરાતી ભાષાનું એક એવું ઝળહળતુ નામ કે જેમના કલમના ચાહકો-વાહકો તો આપણે સૌ ગુજરાતીઓ ક્યાંક ના ક્યાંક છીએ જ ને હવે તેમના અભિનયથી પણ અભિભૂત થઇ રહ્યા છે. તેઓ પોતાના સ્પષ્ટ, નિખાલસ વકતવ્યોથી ખૂબ જાણીતા છે, કોઈકને તેમની વાતો જીવનમાં નવી દિશા સૂચવી જાય છે ને ક્યારેક તેમના શબ્દો કોઈકને અણગમો પણ ઉપજાવી જાય છે. તેઓ સમયથી આગળનું વિચારનારા લેખિકા છે, તેમના સર્જનો જેમકે ‘કૃષ્ણાયન’, ‘યોગ વિયોગ’, ‘પૂર્ણઅપૂર્ણ’ અને તેવા તો અનેક આ વાતને સાર્થક કરે છે. કેવો અનુભવ થઇ રહ્યો છે તેમને અભિનયના આ ક્ષેત્રમાં? શું છે Secret તેમના લેખનનું? કઈ રીતે લેખિકા થઈને મેળવી તેમણે આટલી પ્રસિદ્ધિ? જાણો આવા અનેક રસપ્રદ પ્રશ્નોના રસપ્રદ જવાબ કાજલ ઓઝા વૈદ્ય સાથેના આ સંવાદમાં. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YT Channel પર.