વાચિકમએ જલસોના સૌથી લોકપ્રિય સેગ્મેન્ટમાનું એક છે. આ વાચિકમમાં અમે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ વાર્તાકારોની વાર્તાઓનું નાટ્યાત્મક પઠન કરીએ છીએ. અહી અમે ગુજરાતી ભાષાના એક ઉત્તમ વાર્તાકાર નાનાભાઈ હ. જેબલિયાની સીમાચિહ્ન રૂપ વાર્તા ‘ધક્કો’નું નાટ્યાત્મક પઠન કર્યું છે. ઉર્વશી શ્રીમાળીના અવાજમાં આ વાર્તા અલગ જ મુકામ પર પહોંચે છે. આ વાર્તા સાંભળવા બાદ આપ આ લેખકની અન્ય વાર્તાઓ સાંભળવા લલચાઈ જશો.
