હિમાંશી શેલત એ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ વાર્તાકારોમાંના એક છે. આધુનિક સમયના નોંધપાત્ર વાર્તાકારોમાં તેમનું નામ અચૂક લેવું પડે તેવું તેમનું પ્રદાન છે. ઘણા વાચકો જાણતા ન હોય કદાચ કે તેઓ ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ છે. મેઘાણી પરિવાર સિવાયની તેમની સાહિત્યકાર તરીકે બહુ મોટી ઓળખ છે. તેમણે લખેલી ઉત્તમ વાર્તાઓ પૈકીની એક વાર્તા એટલે ધ્યાન’ વાર્તા. તેમની કલમે ગુજરાતી ભાષાને કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ આપી તેમાં આ વાર્તા ચોક્કસ સ્થાન પામે તેવી છે. હાર્દિક શાસ્ત્રી જેવા વાચિકમના અનુભવી અવાજે આ વાર્તા વધારે ઉઘાડ પામે છે. વાર્તા પ્રેમીઓ માટે વાચિકમની આ વાર્તા દિલોદિમાગ પર છવાઈ જશે.