મ્યુઝીકને આપણે થેરાપી સમકક્ષ ગણ્યું છે. મ્યુઝીક માણસને વગર દવાએ સ્વસ્થ કરવાની શક્તિ ધરાવતું માધ્યમ છે. અને ગુજરાતીઓ માટે ગરબાથી મોટી કોઈ થેરાપી નથી. અને જો એ ગરબાનું Instrumental વર્ઝન તૈયાર કરવામાં આવે તો કેવું? અને આ કામ ગુજરાતી સંગીતમાં સૌપ્રથમ જલસો દ્વારા થયું. જલસોએ ગરબાનું Instrumental વર્ઝન તૈયાર કર્યું, જેમાં સારંગી, સેક્સોફોન, ગીટાર અને કીબોર્ડ જેવા પ્રચલિત વાદ્યો સાથે ગુજરાતી ગરબાનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો. જેમાં સારંગી પર વનરાજ શાસ્ત્રી, ગીટાર પર હર્ષિલ પંચાલ, કીબોર્ડ પર રક્ષિત ગજ્જર અને સેક્સોફોન પર એલેક્ષે નાઝારેથ અને પિનાક ત્રિવેદીના સંગીતના સુરે એક અદ્ભુત ટ્રેક તૈયાર થયો તે આ ‘ગરબા લાઉન્જ’. આ નવરાત્રીએ આના સંગ ગરબે ઘૂમીએ.