વાંકાચૂકા પહાડી રસ્તા, લગભગ વેરાન વાતાવરણ, રડ્યા ખડ્યા લોકો, લીલીછમ પર્વતમાળા અને રાજસ્થાન સરહદ પર આવેલું આ ‘માનગઢધામ’. ‘ગુરુ ગોવિંદનું માનગઢ’, જેમના નેતૃત્વમાં એકત્રિત આદિવાસીઓ પર બ્રિટીશ સેનાએ ગોળીબાર કર્યો અને હજારો લાશો ઢળી. અને ઈતિહાસ રચાયો, જે કહેવાયું આ પણ ‘જલિયાંવાલા બાગ’….