ગુજરાતી સિનેમા વર્ષે દરવર્ષે નવા નવા આયામો અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે. એમાં આ વર્ષ 2024 માં ગુજરાતી ફિલ્મોએ નવી જ ઊંચાઈઓ સર કરી છે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે પહેલા ક્યાંક પા પા પગલી ભરી રહ્યું હતું તેણે આ વર્ષમાં જાણે કે અલગ જ દોડ માંડી હોય તેમ આગળ આવ્યું છે અને તેમાં આપણી ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સને ખૂબ શ્રેય જાય છે.
કેટકેટલી મર્યાદાઓ અને અડચણો વચ્ચે પણ પ્રેક્ષકોને એક થી એક ચઢિયાતાં અને ખૂબ જ નવીન વિષયો પીરસવા એ ખૂબ જ અઘરી વસ્તુ છે તે આ ફિલ્મમેકર્સે અદ્ભુત રીતે કરી બતાવ્યુ છે.
વર્ષ 2024 જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે જલસો ફરી એકવાર મનપસંદ સેગમેન્ટ એટલે કે Round Table Discussion લઈને આવી ગયું છે. જેના આ પહેલા એપિસોડમાં જોડાયા છે આપણી ઈન્ડસ્ટ્રીના અદ્ભુત ફિલ્મ્મેકર્સ એટલે કે ડાઇરેક્ટરસ.
તમે જ્યારે આ અદ્ભુત સંવાદ જોશો ત્યારે તમને ચોકકસથી મજા તો આવશે જ, સાથે સાથે ફિલ્મમેકિંગ વિષેની એવી સુંદર, સચોટ અને મજાની વાતો સાંભળવા મળશે જાણે કે કોઈ ફિલ્મસ્કૂલનો અદ્ભુત સેશન હોય.
આ સંવાદમાં જોડાયા છે આ વર્ષની ખૂબ સફળ ફિલ્મ ‘કસૂંબો’ ના ડાઇરેક્ટર વિજયગિરિ બાવા
‘સમંદર’ અને ‘રામ ભરોસે’ જેવી સુંદર ફિલ્મ આપનારા વિશાલ વડાવાલા,
‘વાર તહેવાર’ જેવી મસ્તમજાની પારિવારિક ફિલ્મના ડાઇરેક્ટર ચિન્મય પુરોહિત
Goa Film Festival માં સન્માનિત ફિલ્મ ‘કારખાનું’ ના ડાઇરેક્ટર ઋષભ થાનકી, ‘વેનીલા આઇસ્ક્રીમ’ અને ‘The Great ગુજરાતી Matrimony’ જેવી ખૂબ જ સુંદર ફિલ્મ આપનારા પ્રીત
‘જગત’ જેવી જબરદસ્ત થ્રીલર ફિલ્મ આપનાર હર્ષિલ ભટ્ટ, સસ્પેન્સ ફિલ્મ ને રસપ્રદ રીતે રજૂ કરતી ફિલ્મ ‘લોચા લાપસી’ ના ડાઇરેક્ટર સચિન બ્રહ્મભટ્ટ.
આ વર્ષની ખૂબ જ સફળ થયેલી કોમેડી ફિલ્મ ‘હાહાકાર’ ના ડાઇરેક્ટર પ્રતિકસિંહ ચાવડા.
તો જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YouTube Channel પર.