આ વર્ષે અલગ અલગ રંગની, વિષયોની, અદ્ભુત ફિલ્મો આવી છે. ત્યારે નવા નવા કલાકારોએ પણ પોતાની અદાકારી થકી ગુજરાતી ફિલ્મોમાં નવો ઉજાસ પાથર્યો છે. આ કલાકારોના કેટલાય ચાહક બન્યા ભાવક બન્યા. અને હવે ફિલ્મી પડદે આ અભિનેતાઓ અને અભિનેત્રીઓના ચહેરાઓ જોવા માટે લોકો આતુર પણ છે.
૨૦૨૪માં આવેલી એમની ફિલ્મો આ કલાકારો માટે કેટલી સફળ સાબિત થઇ? શું તકલીફો એમને ફિલ્મ જગત સુધી આવવા માટે ઉઠાવી પડી? શું નવા કલાકારોના અભિપ્રાય હોય ખરા? અને હવે પછી ૨૦૨૫માં કયા રૂપમાં સ્ક્રીન પર જોવા મળશે આ તમામ કલાકારો? અને એવા કેટલાય પ્રશ્નો અને તેના જવાબો આ સંવાદમાં સાંભળવા-જોવા મળશે.
૨૦૨૨, ૨૦૨૩ પછી આ ૨૦૨૪ના રાઉન્ડ ટેબલમાં નવા કલાકરો સાથે સંવાદનો ઉપક્રમ પણ નવીન છે. અને મજા વાત એ છે કે તેમના જવાબો પણ વિચારોનો વ્યાપ બહોળો કરીને મુકવા સક્ષમ છે.
Listen to this amazing Roundtable Conversation with Hardik Shastri, RJ Mayank, Akash Pandya, RJ Harsh, RJ Radhika, Parth Madhukrushna, Sohni Bhatt, Dhairya Thakkar and Ravi Gohil
Take’24 Debutants Roundtableમાં માણો અનોખી વાતો, ગપશપ અને ગહન ચર્ચાઓ.
Listen to the debutants’ Round Table and give your feedback
Special thanks to our Gifting Partner ‘In-XITU’ – A Student Entrepreneurial
Venture.