વેકેશન દરમિયાન બાળકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ તરફ વળતા હોય છે, પણ તેમાં કંઇ પ્રવૃત્તિમાં જોડાવું તેની જાણકારી ઓછી હોય છે. “વ થી વેકેશન અને જ થી જલસો”નાં ઉપક્રમમાં અમે વેકેશનમાં બાળકો કેવી રીતે નવી નવી વસ્તુઓ અને પ્રવૃત્તિઓ શીખે અને પોતાનો વિકાસ સાધી શકે છે તેની જાણકારી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ.
તે ઉપક્રમનાં ભાગરૂપે એક ધુરંધર કલાકાર ગજેન્દ્ર ત્રિવેદી સાથે અમે સંવાદ સાધ્યો.જે કળા અને ડીઝાઈન ફિલ્ડ સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા છે. તેમણે હજારો બાળકોનાં અક્ષર આજ સુધી સુધારી આપ્યાં છે અને તે NIFT સંસ્થામાં વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવે છે.
આજે તેમની સાથેના સંવાદમાં કેલીગ્રાફી એટલે શું ? તેમાં શું કારકિર્દી બનાવી શકાય? અને વિદ્યાર્થીઓ અને વાલીઓને થાય તેવા પ્રશ્નોનાં જવાબ મેળવવાની કોશિશ કરી છે. આ આખો સંવાદ સાંભળો અમારી YouTube Channel ‘Jalso Podcast’ પર.