ગુજરાતી ફિલ્મ્સનાં ગીતોનું એક અલાયદું સંગીત છે. જૂનાં ગુજરાતી ફિલ્મોનાં ગીતો લોકકંઠે આજે પણ એટલા જ ગવાય છે. ૧૯૯૬માં આવેલી ફિલ્મ હસ્તમેળાપની એક પ્રસિદ્ધ રચના ભજનનાં રુપમાં વધારે ગાવામાં આવે છે. આ રચના એટલે ‘ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો’.
આ ગીતના રચયિતા છે અને સંગીતકાર છે અવિનાશ વ્યાસ. આ ગીતને કંઠ આપ્યો છે આદરણીય આશા ભોંસલેજીએ.
જલસોનું એક નવું રીક્રિએશન સાંભળો ઉમદા ગાયક જોગીન ઢેબર અને સંગીતકાર નિશીથ ધિનોરા સાથે.
Original Credits
ગીતકાર અને સંગીતકાર – અવિનાશ વ્યાસ
મૂળ સ્વર – આશા ભોંસલે
Recreation Credits
સ્વર – જોગીન ઢેબર
સંગીત – નિશીથ ધિનોરા
Lyrics :
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ
એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ