Banaras Diary ft. Vivek Desai, સાંભળો અહીં બનારસની અજાણ વાતો
વિવેક દેસાઈ, આપણા ગુજરાતના એક અદ્ભુત ફોટોગ્રાફર સાથે સાથે તેટલા જ સુંદર લેખક. તેમના પાડેલા સુંદર પિકચરસ તો અભિભૂત કરે જ છે પરંતુ સાથે સાથે તેમનું વર્ણન પણ એટલું જ અદ્ભુત હોય છે. તેમની લિખિત ‘બનારસ ડાયરી’ પુસ્તક ગુજરાતી ભાષાની અજોડ પુસ્તક છે. તેમાં તેમણે તેમના બનારસના અનુભવોને ખૂબ સુંદર રીતે વર્ણવ્યા છે, જો આપણે તે વાંચીએ તો જાણે કે બનારસમાં જ આપણે હોઈએ તેવો અનુભવ થઇ જાય છે. બનારસની ગલીઓ, ત્યાંના ઘાટ, અઘોરી અને નાગા સાધુઓ સાથેનો અનુભવ અને એવી તો અનેક વાતો આ પુસ્તકમાં તેમણે વર્ણવી છે. નવજીવન ટ્રસ્ટને પણ તેઓ ખૂબ સુંદર રીતે ચલાવે છે અને તેમાં થતી નવીન નવીન પ્રવૃત્તિઓને કારણે ગાંધી વિચાર આજ ના આધુનિક સમયમાં અદ્ભુત રીતે સ્થાન પામે છે. જો તમે પણ બનારસની એ અદ્ભુત, અજાણ વાતોને જાણવા માંગતા હોય તો સંવાદ ચોક્કસથી સાંભળો