આ સંવાદ છે અનિલ રેલિયા સાથે, જેઓ વિશ્વપ્રસિદ્ધ Art Collector છે તેમજ ARCHER Art Galleryના ફાઉન્ડર. તેમની પાસે રાજા રવિ વર્માથી લઈને એમ.એફ. હુસૈન તેમજ આધુનિક કલાકારોના આર્ટવર્કસ છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે તેમની પાસે સત્તરમી સદીથી લઈને આધુનિક સમયના 5000થી પણ વધુ પોટ્રેટનું કલેક્શન છે. તેઓ એમ.એફ. હુસૈનના ખૂબ જ અંગત મિત્ર હતા તેમજ અમદાવાદમાં આવેલી ‘હુસૈન-દોશીની ગુફા’ કે જે આજે ‘અમદાવાદની ગુફા’ તરીકે ખૂબ જ ફેમસ છે તેનું પણ સંચાલન અનિલ રેલિયા જ કરે છે. તેમને કલા પ્રત્યે અદ્ભુત રસ છે તેમજ તેમનું જ્ઞાન ખૂબ જ વિશિષ્ટ છે.
વિશ્વના બેસ્ટ પેઈન્ટર તેમજ કલાકારોનું કામ તેમણે પોતાની નજરે જોયું છે એટલું જ નહીં વિશ્વપ્રસિદ્ધ કલાકારો સાથે તેમણે ઘણો સમય વિતાવ્યો છે અને તેમની કલાકૃતિઓને ખૂબ જ અંગત રીતે તેમણે સાચવી છે. તેઓ ખુદ અદ્ભુત કલાપ્રેમી તો છે જ સાથે સાથે 80’sના સમયના જૂજ સેરીગ્રાફી આર્ટિસ્ટમાં તેઓ સ્થાન ધરાવે છે. આ સંવાદમાં તમને ખૂબ જ રસપ્રદ માહિતી પ્રાપ્ત થવાની છે જે તમને બીજે ક્યાંય સાંભળવા નહીં મળે. Art Collection કઈ રીતે કરવું?
કરોડોમાં જે કલાકૃતિઓ વેંચાય છે તે કઈ રીતે થાય છે? કલાકૃતિઓ સાચી છે કે ખોટી તે કઈ રીતે તપાસવું? ‘અમદવાદની ગુફા’ કઈ રીતે બની અને આજે કેમ છે તે આખા દેશમાં ખૂબ જ પ્રચલિત? M.F. Husain તેમના અંગત મિત્ર કઈ રીતે બન્યા અને કઈ રીતે તેઓ થયા વિશ્વના સૌથી શ્રેષ્ઠ ચિત્રકારોમાંથી એક? અને કેમ એમ.એફ. હુસૈનને ભારત છોડી વિદેશ જવું પડ્યું? અને આવી તો અનેક રસપ્રદ માહિતીઓ આપને પ્રાપ્ત થશે આ સંવાદમાં. સંવાદ અંત સુધી જોવાનું ચૂકશો નહીં. જલસોનો આ એકદમ Special Podcast અને Paintings, Portraits, તેમજ કલાકૃતિઓ વિશેની આટલી સચોટ તેમજ રસપ્રદ માહિતી બીજે ક્યાંય જોવા નહીં મળે.