વર્તમાન સમયમાં વિજ્ઞાને ખૂબ પ્રગતિ સાધી છે. ડગલે ને પગલે નવી નવી શોધો થઇ રહી છે અને આપણા જીવનને વધુ ને વધુ સરળ બનાવી રહી છે. ક્યાંક આ મુદ્દો ચર્ચાસ્પદ પણ બને છે કે શું ખરેખર વિજ્ઞાન જીવનને સરળ બનાવી રહી છે કે પ્રકૃતિને, માનવજાતિને નુકસાન કરી રહી છે. પરંતુ આ ચર્ચાનો ઉત્તર તો આખરે ઉપયોગકર્તાના હાથમાં જ છે.
તો આ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો? AI એ આજે સૌથી વધુ ટ્રેન્ડમાં રહેતો શબ્દ પણ છે અને Tool પણ. તેના માટે અનેક માન્યતા-ગેરમાન્યતા લોકો વચ્ચે રહેલી છે. તો ખરેખર AI શું છે? AI નો ઉપયોગ કઈ રીતે કરવો? શું AI માનવજાતિ માટે જોખમી છે? શું તે લોકોની નોકરીને Replace કરી દેશે? જાણો આ બધા જ પ્રશ્નોનો એકદમ રસપ્રદ અને સચોટ જવાબ અહીં ખૂબ જ પ્રસિદ્ધ Columnist કે.આર. ચૌધરી સાથે. તેઓ વિજ્ઞાન વિષય માટે વર્ષોથી અભ્યાસ કરે છે તેમજ ખૂબ જ પ્રસિદ્ધ અખબાર ‘ગુજરાત સમાચાર’ માટે તેઓ 2003 થી વિજ્ઞાનના અવનવા સંશોધનો અને તે સાથે જોડાયેલા વિષયો ઉપર લેખ લખે છે, આજે પણ રવિપૂર્તિમાં ‘ફ્યુચર સાયન્સ’ કરીને તેમની વિજ્ઞાન સાથે જોડાયેલી કોલમ ખૂબ લોકપ્રિય છે. જાણો વિજ્ઞાન સાથે જોડાયેલી રહસ્મય, રસપ્રદ માહિતીઓને અહીં આ પોડકાસ્ટમાં, આવી Information તો તમને ક્યાંય જ નહીં મળે.