For Real Time Updates and Better Experience

Download on:

For Real Time Updates and Better Experience
Download on:

Actresses Roundtable 2024 | Take’24 | Jalso Special

આ વર્ષે ગુજરાતી સિનેમાની ફિલ્મોગ્રાફી જોઈએ તો એક થી એક ચઢિયાતી ફિલ્મો નજરે પડે. વર્તમાન સમયમાં Regional Cinema લઈએ કે પછી National Cinema, ક્યાંક ફિલ્મોનું સ્તર વધે છે અને ક્યાંક પડતી પણ આવી રહી છે. એ બધા વચ્ચે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક પછી એક મોટા Jump લઈ રહી છે.

ગુજરાતી સિનેમામાં અભિનેત્રીઓનું પડદા પરનું વર્ચસ્વ પહેલેથી અદ્ભુત રહ્યું છે, આપણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક અદ્ભુત અદાકારાઓને જોઈ છે.

90’s થી અને એની પણ પહેલાથી લઈને આજે અભિનેત્રીઓનું જીવન કેટલું સરળ બન્યું છે? શું અભિનેત્રીઓ આજે પણ સમાન પ્રશ્નોને ફેસ કરે છે? અભિનેત્રીઓના કામનું સ્તર તો ખૂબ ઉપર આવ્યું છે પણ શું તેમના Basic પ્ર્શ્નોનો ઉકેલ આવ્યો છે? તેમના કામ કરવાની પદ્ધતિઓ અને ફિલ્મો વિષે અને આવા અનેક રસપ્રદ મુદ્દાઓ ઉપર થયો છે આ Round Table Conversation.

આ Round Table Conversation માં વર્તમાન ગુજરાતી સિનેમાની Amazing Actresses એ ભાગ લીધો છે.

આ વર્ષે ‘કસૂંબો’ તેમજ ’31st’ જેવી આગવી અને સફળ ફિલ્મોમાં ખૂબ જ દમદાર અભિનય કરનાર શ્રદ્ધા ડાંગર

‘કસૂંબો’ તેમજ ‘વાર તહેવાર’ ફિલ્મમાં સુંદર અભિનય જેમણે કર્યો તેવા મોનલ ગજ્જર

‘સમંદર’ અને ‘રામ ભરોસે’ જેવી ગુજરાતી સિનેમાની આ વર્ષની ખૂબ જ અલગ પડતી અને સુંદર ફિલ્મોમાં અદ્ભુત અભિનય જેમણે કર્યો તે રીવા રાચ્છ

‘Scam 1992’થી અને તેમાં તેમના અભિનયથી તો આપણે સૌ અભિભૂત છીએ જ સાથે સાથે આ વર્ષે ‘સાસણ’ જેવી મસ્તમજાની તેમજ દમદાર ફિલ્મમાં જેમણે અભિનય કર્યો છે તે અંજલી બારોટ

તેમજ ચૂપ’, ‘નાસૂર’ અને ‘મારુ મન તારું થયું’ જેવી સુંદર ફિલ્મો આપનાર હીના જયકિશન આ સંવાદમાં જોડાયા.

આ સંવાદને તમે જ્યારે સાંભળશો ત્યારે ફિલ્મોની અદ્ભુત વાતો, secrets તેમજ બહુ જ બધી મસ્તી મજાકને પણ જોઈ શકશો.

Round Table Conversation માં અભિનેત્રીઓ કઇંક અલગ Surprise પણ લઈને આવ્યા. તો આ બધુ જ જોવા, જાણવા તેમજ માણવા જુઓ આ સંપૂર્ણ સંવાદ માત્ર Jalso Podcast YouTube Channel પર.

NEWSLETTER

Subscribe to our website newsletter to receive news and updates.

Get special offers directly to your email every week!

© 2019 Serva Shanti Properties Pvt Ltd. All rights reserved

Designed and developed by SolGuruz