આ સમગ્ર વર્ષ અદ્ભુત ફિલ્મોથી ભરાયેલું રહ્યું છે. વર્ષના શરૂઆતથી લઈને જયારે આ સમાપ્ત થવા જઈ રહ્યું છે. ત્યાં સુધી દરેક થોડા અંતરાલે અદ્ભુત અને સુંદર ફિલ્મો આવી રહી છે.
ક્યાંક ગુજરાતી ફિલ્મો એક નિયત સીમામાં બંધાઈ ગઈ હતી તેની જગ્યા એ આજે ગુજરાતી ફિલ્મોનો એક વિશાળ ફલક વિસ્તાર્યો છે. નવા નવા વિષયો, ફિલ્મોમાં વપરાતી નવી ટેકનોલોજી ને એવું બધું તો ખરું જ પણ તે સૌને, તે કિરદારોને પડદા ઉપર વાસ્તવિક બનાવે છે અભિનેતા અને અભિનેત્રીઓ.
પહેલેથી નાયકોનો ફિલ્મોમાં ખૂબ પ્રભાવ રહ્યો છે અને આજે જલસોના આ Round table Conversation માં જોડાયા છે આપણી જ ઇન્ડસ્ટ્રીના અદ્ભુત નાયકો.
આ વર્ષે ‘સમંદર’ અને ‘હાહાકાર’ જેવી જબરદસ્ત ફિલ્મો આપનાર મયૂર ચૌહાણ.
‘ઇટ્ટા કિટ્ટા’, ‘કસૂંબો’ ને ‘બિલ્ડર Boys’ જેવી યુનિક ફિલ્મ્સ આપનાર રોનક કામદાર
‘ઈન્ટરવ્યુ’, ‘વાર તહેવાર’, ‘કાલે લગન છે’ અને ’31st’ જેવી સુંદર ફિલ્મો આપનાર પરીક્ષિત તમાલીયા
‘કસૂંબો’, ‘સમંદર’, ‘લોચા લાપસી’ તેમજ ‘સાસણ’ જેવી આગવી ફિલ્મો અને તેમાં દમદાર Performance આપનાર ચેતન ધનાની
તેમજ ‘અજબ રાતની ગજબ વાત’ જેવી હીટ-લોકપ્રિય ફિલ્મ આપનાર અને ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સ્ટાર ભવ્ય ગાંધી
આ સંવાદમાં જોડાયા. આ સંવાદમાં અનેક રસપ્રદ, ગજબની વાતો, મસ્તી-મજાક તેમજ તેમના અદ્ભુત અનુભવો વિષે પણ ઘણી બધી વાતો થઇ, તો સાંભળો આ સંપૂર્ણ પોડકાસ્ટ માત્ર Jalso Podcast YouTube Channel પર.
Listen to the actors’ Round Table and give your feedback