હું તો ગઈ’તી મેળે. મેળો હંમેશા આપણા આનંદનો વિષય રહ્યો છે. એ મેળાના ગીતો પણ ખુબ પ્રચલિત થતા હોય છે. હું તો ગઈ’તી મેળે એ દુનિયાભરમાં પ્રચલિત થયેલો ગરબો છે. ગરબા ગાયકો માટે જાણે આ ગરબો ગાવો એ ફરજીયાત થઇ ગયો હોય એ હદે આ ગરબો ખેલૈયાઓમાં પોપ્યુલર છે. જલસોના Unplugged વર્ઝનમાં આ ગરબો પ્રથા ખાંડેકરના અવાજમાં સરસ ઉઘાડ પામે છે. પ્રથા ખાંડેકરે આ ગરબામાં તમને ગરબે રમવા મજબુર કરે દે એ હદે ઉત્તમ રીતે આ ગરબો ગાયો છે.
