સાપ વિષેની રસપ્રદ માહિતી
ભૌતિક દુધાત્રા સાપ તેમજ અન્ય વન્યજીવો વિષે ખૂબ જ રસપ્રદ રીતે આ પોડકાસ્ટમાં વાત કરે છે. તેઓ એક Professional Snake Rescuer તેમજ Natural Habitat Developer છે. સર્પ સાથે જોડાયેલી અનેક માન્યતાઓને તેઓ દૂર કરે છે. સાપના પ્રકારો, કઈ રીતે સાપને ઓળખી શકાય તેમજ તે કરડે ત્યારે કઈ રીતે જાતે જ પ્રાથમિક સારવાર લઇ શકાય અને શું ધ્યાન રાખવું જોઈએ તે ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. સાથે સાથે કુદરત સાથે કઈ રીતે સહવાસ કેળવવો અને પ્રકૃતિનું સંવર્ધન કઈ રીતે કરવું જેવી મહત્વની બાબત સમજાવે છે. સર્પ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વની અને નવી માહિતીને આ પોડકાસ્ટમાં તમે સાંભળી શકશો.