રામ મોરી– ગુજરાતી ભાષા અને સાહિત્ય જગતનું એક અદ્ભુત અને પ્રભાવશાળી નામ છે. રામ મોરીએ તેમની કલમ અને શબ્દોથી દરેક ગુજરાતીને ઘેલું લગાડેલું છે.તેમની લિખિત ફિલ્મો, નાટકો, પુસ્તકોના તો સૌ કોઈ ચાહક છે. તેમની બોલવાની અને સંવાદ સાધવાની રીત પણ જાદુઈ છે.
તાજેતરમાં જ તેમણે લખેલ પુસ્તક ‘સત્યભામા’ પ્રકાશિત થયું છે. ‘સત્યભામા’ શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાંના એક છે. આમ ખૂબ જ પ્રચલિત નામ પણ આમ ક્યાંય એમની કથા, એમની વાત લોકોને બહુ ખબર નથી. તે કથાને રામ મોરીએ પ્રસ્તુત કરી છે આ નવલકથામાં. અત્યંત સુંદર વર્ણનો, અદ્ભુત કથાપ્રયોગો અને સંવાદો આ નવલકથા ધરાવે છે.
આ નવલકથા પાછળની પણ વાર્તા બહુ રસપ્રદ અને જાણવા જેવી છે. કઈ રીતે તેઓ ‘સત્યભામા’ સુધી પહોંચ્યા? શ્રીકૃષ્ણની જુદી જુદી લીલાઓ, શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ, દ્વારિકા નગરી વિશે તેમણે આ પોડકાસ્ટમાં વાત કરી છે.